છપૈયાથી સ્વામી સંચર્યા મનમોહનરાયરે; ૧/૧

પદ-૧/૧
 
છપૈયાથી સ્વામી સંચર્યા મનમોહનરાયરે;આવી રહ્યા ગઢપુર શહેર પ્રભુજી પધારીયારે.
દાદા ખાચર દરબારમાં મનમોહનરાયરે;મરમાળે કીધી છે મહેર પ્રભુજી પધારીયારે.
ધન્ય ધન્ય ગઢડા શહેરને મનમોહનરાયરે;ધન્ય ધન્ય ઘેલાને ઘાટ પ્રભુજી પધારીયારે.
ધન્ય ધન્ય શેરી બજારને મનમોહનરાયરે;ધન્ય ધન્ય ચૌટાને હાટ પ્રભુજી પધારીયારે,
નારાયણ ધરે નાહ્યા હરિ મનમોહનરાયરે;ખળખળીયે કીધો છે ખેલ પ્રભુજી પધારીયારે.
સંત સખાના સાથમાં મનમોહનરાયરે;રંગ રમ્યા રંગરેલ પ્રભુજી પધારીયારે.
રમ્યા જમ્યા ગમ્યા સંતને મનમોહનરાયરે;હર્યા ફર્યા ફૂલ બાગ પ્રભુજી પધારીયારે.
નારણદાસનો નાથજી મનમોહનરાયરે;જેને મલ્યા તેનાં ભાગ્ય પ્રભુજી પધારીયારે. ૪ 

 

મૂળ પદ

છપૈયાથી સ્વામી સંચર્યા મનમોહનરાયરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી