ધર્મકુંવર ઘનશ્યામજી મને પ્યારા લાગો છો; ૧/૧

પદ-૧/૧

પદ-૪૨૫

ધર્મકુંવર ઘનશ્યામજી મને પ્યારા લાગો છો;

જોઉં તારું રૂપ રસાલ મોહનવર પ્યારા લાગો છો.

કાનોમાં કુંડલ શોભતાં મને પ્યારાલાગો છો.

કંઠે મોતીડાંની માળ મોહનવર પ્યારા લાગોછો.૧

ભાલે તિલક રળિયામણું મને પ્યારા લાગો છો

નેહ વધે જોઇ નેણ મોહનવર પ્યારા લાગો છો.

હસવું હરે મારા ચિત્તને મને પ્યારા લાગોછો;

મનડું હરે મીઠાં વેણ મોહનવર પ્યારા લાગોછો.૨

માથે કલંગીને મોળિયું મને પ્યારા લાગોછો;

લટકે મોતીડાંની લુંબ મોહનવર પ્યારા લાગોછો;

જામો જરીનો જોઇને મને પ્યારા લાગોછો;

ખુશી થયું મન ખુબ મોહનવર પ્યારા લાગોછો.૩

બાહે બાજુબંધ બાંધીયા મને પ્યારા લાગોછો;

હેમકડાં બેઉ હાથ મોહનવર પ્યારા લાગોછો;

સંત મધ્યે ઘણું શોભતા મને પ્યારા લાગોછો;

નારાયણદાસના નાથ મોહનવર પ્યારા લાગોછો.૪

મૂળ પદ

ધર્મકુંવર ઘનશ્યામજી મને પ્યારા લાગો છો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી