આજ અલબેલે આનંદ ઘણો આપીયો;૧/૨

                  પદ-૧/૨(રાગ :મુખડાં જોઇ રઢ લાગશે)
                  પદ-૪૨૬
                આજ અલબેલે આનંદ ઘણો આપીયો;
                વાલે મહેર કરીને મહારાજ.                            અલબેલે આનંદ ઘણો આપીયો.
                વાલે દયારે કરીને દર્શન દીધલાં
                વા'લે સાર્યા મારાં સરવે કાજ.                         અલબેલે.
                વા'લે કાપ્યાંરે દુઃખ બહુ દિનનાં
                વા'લે આપ્યાંરે સુખ અપાર.                           અલબેલે.
                ધન્ય ધન્ય રે દહાડો મારે આજનો
                ધન્ય પામીરે ધર્મકુમાર.                                 અલબેલે.
                પેલા દુર્જન દેખીને છોને દાઝતા 
                તેનો નથી મારે સંશય ને શોક.                        અલબેલે.
                શિર જાતાંરે છોડું નહિ શ્યામને
                 છોને કુટી મરે કુબુદ્ધિ લોક.                             અલબેલે.
                મને મોહન મલ્યા ને મન માનીયું મારૂં
                અંતર શીતળ થયું આજ.                               અલબેલે.
                મલ્યા નારાયણદાસનો નાથજી
                મારી રહીરે લાખેણી લાજ.                              અલબેલે. 

મૂળ પદ

આજ અલબેલે આનંદ ઘણો આપીયો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી