મારી અરજી તે હરિ ઉર ધારજો૨/૨

પદ-૨/૨

પદ-૪૨૭

મારી અરજી તે હરિ ઉર ધારજો

હું તો છું તારી નગણી નાર, મને ના વિસારશો.

મારા અવગુણ ઉરમાં ન આણશો, તમે ગુણવંત ગુણભંડાર.મને

મુજ અબળાની મત પાનીએ.નવ સમજુ સાર અસાર.મને.

તમે અધમ ઉદ્ધારણ નાથજી, તમે કોટિ ભૂવન કીર્તાર.મને.૨

તમે અજામેળ પાપી ઉદ્ધારીયો, તમે ગુણિકા તારી નાર.મને.

તમે ગજના બંધ છોડાવિયા, તમે સુદામાની કીધી સાહ્ય.મને.૩

મન કર્મ વચને તમને વરી, હવે શીદ કરુ મન ઉચાટ.મને.

અન્તકાળે નારાયણદાસને, આવો તેડવા જોઉં છું વાટ મને.૪

મૂળ પદ

આજ અલબેલે આનંદ ઘણો આપીયો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી