આજ મને સહજાનંદ સ્વામી મળ્યારે; ૧/૧

              આજ મને સહજાનંદ સ્વામી મળ્યારે;
                                    આજ મારા ટળીયા છે ભવફંદ.ધન્ય ઘડી આજનીરે.
            આજ મારે હરખ ઘણો ઉભરાય છેરે;
                                    આજ મારે વાધ્યો આનંદ             ધન્ય.૧
            આજ મારે દુઃખ ગયું બહુ દિનનુંરે;
                                    આજ મારે સુખ થયું સહુ પેર.       ધન્ય.
            આજ મારે વેણ પળ્યા ગર્ભવાસનાંરે
                                    આજ મને મોહન કીધી મહેર       ધન્ય.૨
            આજ મારે કષ્ટ ગયાં કોટી ઘણાંરે,
                                    આજ મારે દુઃખનો આવ્યો પાર.  ધન્ય.
            આજ મારે ભવનાં સંકટ ભાંગિયાંરે,
                                    હવે મને શું કરશે સંસાર.            ધન્ય.૩
            હવે હું તો કોઇ થકી ડરતી નથીરે,
                                    હવે મારે જીત થઇ જગમાંય       ધન્ય.
            મળ્યા નારાયણદાસનો નાથજીરે,
                                   હવે મારે કસર રહી નહિ કાંય.     ધન્ય.૪ 

મૂળ પદ

આજ મને સહજાનંદ સ્વામી મળ્યારે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી