સજની ટાણું આવ્યુંરે ભવજળ તરવાનું ૧/૧

 સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું,
માંઘો મનુષ્યનો વારો, ફેર ફેર નહીં મળનારો,
	ડાહ્યા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ રે...૧
સજની આરે ચોઘડિયું અમૃત લાભનું રે,
ફેર ફેર નહિ મળે એવું, વીજના ઝબકારા જેવું,
	મોતી પરોવી લેવું, સત્સંગ કીજીએ રે...૨
સજની સંતનાં વચન તે ઉરમાં ધારીએ રે,
ગાંઠ વાળી ન છૂટે, નિયમ નિશ્ચય નવ ટૂટે,
	સંસાર છોને રે કૂટે, સત્સંગ કીજીએ...૩
સાચા સાધુ પુરુષની સેવા કીજીએ રે,
પાપ પૂર્વનાં બળવા, બ્રહ્મમહોલ ભળવા,
	સ્વામિનારાયણ મળવા, સત્સંગ કીજીએ...૪
સજની શિરને સાટે તે હરિને સેવીએ રે,
પાછાં પગલાં ન ભરીએ, મન કર્મ વચને હરિ વરીએ,
	નારણદાસ કહે ઠરીએ, સત્સંગ કીજીએ રે...૫ 
 

મૂળ પદ

સજની ટાણું આવ્યુંરે ભવજળ તરવાનું

મળતા રાગ

સજની ટાણું આવ્યું રે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
4
7