પેટ ભરવાને માટે રે જેને તેને શીદ નડે, ૧/૨

પદ-૧/૨

પદ-૪૩૩

પેટ ભરવાને માટે રે જેને તેને શીદ નડે,

વૈતરણીની વાટે રે મુરખ તને માર પડે.૧

પરનારીનો સંગીરે જુઠા બોલો જ્યાં ત્યાં ફરે,

જમ નાખશે રંગીરે રગે રગે મરચાં ભરે.૨

છાતી કહાડીને ચાલેરે છોગાં મેલી છાંયા જુવે,

જમ ઘાણીએ ઘાલેરે રૂપાળા ત્યાં ખુબ રૂવે.૩

નિત્ય પીએ હોકારે અમલમાં ઘેર્યો ફરે,

જમ મારશે ધોકારે પાપી ત્યાં પોકાર કરે.૪

રાખે રામની આશરે મરો શીદ મથી મથી,

બોલ્યા નારાયણદાસરે ભજન વિના સુખ નથી.૫

મૂળ પદ

પેટ ભરવાને માટે રે જેને તેને શીદ નડે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી