ચાર દહાડાનું લટકુંરે સંસારમાં સુપના જેવું	૨/૨

પદ-૨/૨
પદ-૪૩૪
 
ચાર દહાડાનું લટકુંરે સંસારમાં સુપના જેવું આંખનું એક મટકુરે કાયાનું કુટુંબી એવું.
જરી જોને વિચારીરે મર્ણ નિત્ય માથે ભમે,ધન દોલત નારીરે પડ્યાં રહે અંત સમે.
શું તું સમજીને મનમાંરે કરે નિત્ય મારૂ મારૂ,જોને ચૌદ ભૂવનમાંરે પ્રભુ વિના શું છે તારૂ.
પીડા પામશો પુરીરે નથી આજ વાયા રહેતા,નારાયણદાસ પ્રભુનેરે, ભજી નિત્ય સુખ લેતા. ૪ 

મૂળ પદ

પેટ ભરવાને માટે રે જેને તેને શીદ નડે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી