આજે સાહેલી મેં તો સત્સંગ કીધો, લાવો પ્રભુને સંગે લીધો. ૧/૧

 પદ-૧/૧

પદ-૪૩૬
આજે સાહેલી મેં તો સત્સંગ કીધો, લાવો પ્રભુને સંગે લીધો.
                પ્રભુજી મારે ઘેર પધાર્યા.                ટેક.
આનંદ આનંદ મારા ઉરમાં છવાયો,
                મોતીનો મેઘ વરસાયો                   પ્રભુજી.૧
પ્રેમનાં આંસુ મારી ચક્ષુમાં આવ્યાં,
                ભુદરનાં વચનો રૂડાં ભાવ્યાં.          પ્રભુજી.૨
અઢળક ઢળીયા છે વાલો અક્ષર વાસી,
                હવે શું કરવા જઇએ કાશી.             પ્રભુજી.૩
મોહન સંગાતે મેં તો મોજોરે માણી,
                વિશ્વ આખામાં વાત જાણી.            પ્રભુજી.૪
નારાયણદાસનો નાથ પધાર્યા,
                ભવસાગર પાર ઉતર્યા.                પ્રભુજી.૫
 

મૂળ પદ

આજે સાહેલી મેં તો સત્સંગ કીધો, લાવો પ્રભુને સંગે લીધો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી