સોનાનો સુરજ ઉગીયો ઘેર પ્રભુ પધાર્યા, ૧/૧

પદ-૧/૧(રાગ :ધર્મકુંવર ઘનશ્યામજી મને પ્યારા લાગો છો)

પદ-૪૩૮

સોનાનો સુરજ ઉગીયો ઘેર પ્રભુ પધાર્યા,

મોતીના વરસ્યા મેઘ મારે ઘેર પ્રભુ પધાર્યા.ટેક.

સાકરના તો કરા પડ્યા, ઘેર૦.આનંદના વળ્યા ઓઘ.મારે ઘેર.

શેરી વળાવીને સજ કરી, ઘેર૦.તોરણ બાંધીયા દ્વાર. મારે ઘેર.

ચોકમાં ચંપા રોપાવિયા, ઘેર૦.ફૂલડાં વેર્યા છે અપાર મારે ઘેર.

હરખ ભરી ઉભી બારણે, ઘેર૦, ઘેલી થઇ ઘટમાંય. મારે ઘેર.

માનુની મંગળ ગાયછે, ઘેર૦.આનંદ ઉર ન સમાય. મારે ઘેર.

ગાદી ને તકીયા બીછાવિયા, ઘેર૦.શ્રીજીને બેસવા કાજ. મારે ઘેર.

નારાયણદાસના નાથજી, ઘેર૦.મનગમતા મહારાજ. મારે ઘેર.

મૂળ પદ

સોનાનો સુરજ ઉગીયો ઘેર પ્રભુ પધાર્યા,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી