સુખ આપોરે શ્રી સહજાનંદ કે ગુણવંતા ગિરધારી૨/૨

પદ-૨/૨

પદ-૪૪૦

સુખ આપોરે શ્રી સહજાનંદ કે ગુણવંતા ગિરધારીરે;

દુઃખ કાપોરે ભવસાગર ફંદ કે ગુણવંતા ગિરધારીરે.૧

છોગાં મેલીરે આવો સુંદર શામ કે ગુણવંતા ગિરધારીરે;

નથી બીજું રે મારે ઠરવાનું ઠામ કે ગુણવંતા ગિરધારીરે.૨

સુખકારીરે સદા સ્વામી અમારા કે ગુણવંતા ગિરધારીરે;

ગુણ ગાઇયેરે ઘનશ્યામ તમારા કે ગુણવંતા ગિરધારીરે.૩

લાગી લાગીરે તારા મુખડાની માયા કે ગુણવંતા ગિરધારીરે;

નારાયણદાસ રે ગુણ આપના ગાય કે ગુણવંતા ગિરધારીરે.૪

મૂળ પદ

આવ્યા આવ્યા રે શ્રીજી મહારાજ કે અવતારી ભલે આવ્યારે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી