સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારીરે. ૧/૧


સોના અંબાડીએ હાથી શણગાર્યો,
	ગજ બેઠા છે ગિરધારી રે, કોઈ જોવાને આવો	...ટેક.
હણહણતા ઘોડા ને પાળા રૂપાળા, આગળ ચાલે છે અસવારી રે-કોઈ૦ ૧
જામો જરીનો ને પાઘ પેચાળી, છોગલિયે હદ વાળી રે	-કોઈ૦ ૨
કાનમાં કુંડળ ને મોતીની માળા, હાર પહેર્યો છે હજારી રે	-કોઈ૦ ૩
વાજાં તે વાગે ને છતર છાજે, ચમર કરે બ્રહ્મચારી રે		-કોઈ૦ ૪
સંત હરિભક્ત કીર્તન ગાવે, મૂર્તિ માવાની ઉર ધારી રે	-કોઈ૦ ૫
નરનારી આવીને મોતીડે વધાવે, શેરીમાં ભીડ થઈ ભારી રે	-કોઈ૦ ૬
નારાયણદાસનો નાથ પધાર્યા, અવતારના અવતારી રે		-કોઈ૦ ૭
 

મૂળ પદ

સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારીરે.

મળતા રાગ

ઢાળ : ગણેશ દુંદાળા ને ફાંદે રૂપાળા

રચયિતા

નારાયણદાસ

વિવેચન

ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં વડોદરા પાસેના છાણી ગામે વણકર તેજા ભગત હતા. સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામીના સમાગમથી તેજા ભગત ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયેલા. તેજા ભગતના જોગથી હરિજન કવિશ્રી નારણદાસને ભગવાન સ્વામિનારાયણમાં અનન્ય આસ્થા બંધાયેલી. કવિશ્રી નારણદાસનો જન્મ વિ.સં.૧૯૦૫માં થયો હતો. તેમનો અક્ષરવાસ વિ. સં. ૧૯૯૪માં થયેલો. નેવું વર્ષના જીવનકાળમાં આ મહાન ભક્ત અનેક નંદસંતોના યોગમાં આવેલા. તેજા ભગત તેમજ નારણદાસને લીધે છાણી ગામના મોટા ભાગના હરિજનો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયેલા. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, વરતાલમાં ભગવાન સ્વામિનારાયણે જ્યારે ગોમતી સરોવર ગળાવ્યું ત્યારે આ હરિજન ભાઈ-બહેનોએ એમાં હોંશે હોંશે કારસેવા કરી હતી. ભગવાન સ્વામિનારાયણના સંતોના સમાગમથી આ હરિજન બંધુઓ બ્રાહ્મણોને પણ શરમ આવે એવા ઊજળા આચારધર્મને પાળતા થયેલા. જોકે ભગવાન સ્વામિનારાયણના સ્વધામગમન બાદ એમની આ ઉદાર ગંગાધારાનાં નીર પાતળાં થયેલાં જોવા મળે છે. વર્ષોજૂની સમાજવ્યવસ્થાએ એમાં પ્રભાવી ભાગ ભજવ્યો હોય તે સહજ છે. શ્રીહરિ અને નંદસંતોના હૃદયની વિશાળતા અને ઉદારતાની ગંગાધારા પાછળથી પણ જો એમ ને એમ અવિરત વહી હોય તો સ્વામિનારાયણીય સત્સંગનું રૂપ આજે કંઈક અનોખું જ હોત. ખેર! યોગાનુંયોગ આ વર્ષે ભગવાન સ્વામિનારાયણને ૨૨૫ વર્ષ થઈ રહ્યાં છે. સ.ગુ. નિષ્કુળાનંદ સ્વામીએ રચેલ ‘ભક્તચિંતામણી’ ગ્રંથને ૧૭૫ વર્ષ થઈ રહ્યાં છે. ત્યારે આ ગ્રંથ છાણી ગામના કવિરાજ શ્રી નારણદાદાસને અર્પણ કરતાં મારા હૃદયમાં અપાર હર્ષ અનુભવું છું. આ સાથે નારણદાસનાં થોડાં પદો આપેલાં છે જે ખરેખર માણવા જેવાં છે. નારણદાસે રચેલાં કીર્તનોનો સંગ્રહ પણ રાજકોટ ગુરુકુળ તરફથી પ્રકાશિત થયો છે. નારણદાસની રચનાઓ સાદી સરળ ભાષામાં છે પણ શૈલી ભારે ચોટદાર છે. લય પ્રવાહી છે કે જે ગાનાર અને ઝીલનારને ભારે ઉત્સાહ પ્રેરે છે. નારણદાસે રચેલાં કીર્તનો વડોદરાના શ્રીમંત સાયજીરાવ સરકારે ભગવાન સ્વામિનારાયણને વડોદરા નગરમાં પધરાવ્યા અને ભવ્ય સવારી સાથે સ્વાગત કર્યું એ વખતનું વર્ણન કરતાં નારણદાસ કહે છે,

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રીજી વંદના
Studio
Audio
5
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
કૃષ્ણપ્રિયદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સૌરભ
Live
Audio
0
0