શોભે અતિ સુંદર શ્રી ગિરધારીરે, ૧/૨

પદ-૧/૨(રાગ :સરવે સખી જીવન જોવાને ચાલોરે)

પદ-૪૪૧

શોભે અતિ સુંદર શ્રી ગિરધારીરે,

હૈડા ઉપર હાર પેર્યો છે હજારીરે.૧

સુરવાળ સોનેરી અમદાવાદીરે,

હિરની નાડી પંચરંગી રાયજાદીરે.૨

જમણા કરમાં રેશમી કોરનો રૂમાલરે,

ગજ ગતિ ચાલે રૂપાળી ચાલરે.૩

લીધું મન કંદોરે ઘુઘરીયાળેરે,

પાયે રૂડાં ઝાંઝર રૂપ રસાળરે.૪

હસતાં હસતાં હરિવર મનડું હેરેરે,

નારાયણદાસને નિહાલ કર્યો આણે ફેરેરે.૫

મૂળ પદ

શોભે અતિ સુંદર શ્રી ગિરધારીરે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી