સજની મુજને વાલા લાગે વનમાળીરે, ૨/૨

પદ-૨/૨

પદ-૪૪૨

સજની મુજને વાલા લાગે વનમાળીરે,

ઘેલી થઇ છું ભુધરજીને ભાળીરે.૧

શિર પર શોભે પાઘ સોનેરી રૂપાળીરે,

કલંગી ને છોગલીયે હદવાળીરે.૨

ભાલમાંતો કેસર તિલક બીરાજેરે,

તેને જોઇ કોટિક કંદર્પ લાજેરે.૩

કાનોમાંતો કુંડળ મકરાકારરે,

હાથે પોંચી હેમકડાં ખુબીદારરે.૪

બાજુબંધ હિરા જડિત અપારરે,

ખભે શેલું સોનેરી ભભકાદારરે.૫

જામો પેર્યો જરકશીયો જુદી જાતરે,

નારાયણદાસ કહે ભલી ભાતરે.૬

મૂળ પદ

શોભે અતિ સુંદર શ્રી ગિરધારીરે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી