રસિયો રંગ રમીને નહાવા સંચર્યારે. ૧/૧

પદ-૧/૧(રાગ :વર તો સોનીડાની શેરી વચ્ચે સંચર્યોરે)

પદ-૪૪૩

રસિયો રંગ રમીને નહાવા સંચર્યારે.

સંગે સાથીડા લીધા દશબારરે, ચતુરવર ચાલે ધીમા ધીમારે.ટેક.

વાલો હસ્તિ ને હંસગતિ ચાલતા,

ભક્તિ ધર્મના કેસરિયા કુમારરે.ચતુર.૧

વાલે માથે મેવાડી બાંધ્યું મોળિયુંરે,

વાલે ખંભે ખંભાતી લીધો ખેશરે.ચતુર.

વાલે બાજુ ને કાજુ બાંધ્યા બેરખારે,

હરિને જરકશી જામો બુટ્ટા બેશ રે.ચતુર.૨

હરિને કાને કુંડલ ને હાથે હેમકડાંરે,

હરિના કરમાં છે રેશમનો રૂમાલ રે ચતુર.

વાલે ધોતિ સુંદર પેરી ધોયેલીરે,

વાલો પ્રેમી ભકતોના પ્રતિપાળરે.ચતુર.૩

વાલો ગોમતીના તીરે નિર્મળ નીરમાંરે,

નાહ્યા સખા સહિત સુખધામરે.ચતુર.

નારાયણદાસનો સ્વામી સુખ આપતારે,

વાલો ભકત સર્વેના વિસરામરે.ચતુર.૪

મૂળ પદ

રસિયો રંગ રમીને નહાવા સંચર્યારે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી