જેની સ્વપ્નેય ખબર મને નોતી એવી વાત કરી આજ તો અનોખી ૧/૧

 જેની સ્વપ્નેય ખબર મને નોતી, એવી વાત કરી આજ તો અનોખી;
	ઓ પાતળા ! આનંદ આપ્યો છે મારા નાથજી...ટેક.
મને આપ્યું સુખ ભારી, તમે પીડા હરિ મારી;
	મને હેતથી તમારો તમે કીધો...ઓ પાતળા૦ ૧
નો’તું જાણ્યું આવું થાશે, આવા સુખના દા’ડા જાશે;
	આ તો મહેર કરી હરિ તમે...ઓ પાતળા૦ ૨
આજ સુધી છીએ અમે, એ તો દયા કરી તમે;
	એને નહિ ભૂલીએ નાથજી અમારા...ઓ પાતળા૦ ૩
આપ્યો અતિ રૂડો સંગ, મોંઘા મુક્તનો પ્રસંગ;
	કર્યો સુખી મને સૌથી વધારે...ઓ પાતળા૦ ૪
જ્ઞાનજીવન એક દિન, વ્હાલા હતો ખિન્ન ભિન્ન;
	ટાળી ખિન્ન મને કર્યો પ્રસન્ન...ઓ પાતળા૦ ૫ 
 

મૂળ પદ

જેની સ્વપ્નેય ખબર મને નોતી

મળતા રાગ

જેની સ્વપ્નેય ખબર મને નોતી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0