પામર પ્રાણી સાંભળ વાણી અંતર આણી હેતનેરે; ૧/૧

પદ-૧/૧

પદ-૪૪૮

પામર પ્રાણી સાંભળ વાણી અંતર આણી હેતનેરે;

સુખની ખાણી સારંગપાણી, સાચા જાણી ચેતનેરે.૧

સંસાર સપનું નથી જ ખપનું અપનું મને મૂરખોરે;

રાજ મલકનું એક પલકનું મજર કરીને નિરખોરે.૨

રાજ કરતા દીઠા મારતા ફરતા ચારે ખાણમાંરે;

મમતા ધારી થઇ અહંકારી જઇ સુતા મશાણમાંરે.૩

કુટુંબ કાચું શાણું સાચું મરડી ડાચું માલશેરે;

દાટી બાળી માટી વાળી હલાં કરીને હાલશેરે.૪

કાયા કુડી જાશે ઉડી રૂડી રે રહેશે નહિરે;

બાગ હવેલી મંદિર મેલીને જાશો વહીરે.૫

આવે ચીક્રી જાવું ઉઠી વાળી મુઠી હાથનીરે;

ખરચી ખૂટી દોરી તુટી સગાઇ છુટી સાથનીરે.૬

હરિ વિસારી બેઠો હારી જીત્યો તે શા કામનોરે;

નારાયણદાસ કે વિશ્વાસ રાખો રૂડા રામનોરે.૭

મૂળ પદ

પામર પ્રાણી સાંભળ વાણી અંતર આણી હેતનેરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી