કોઇ નથી તેથી કહું કેટલું કથી, હરિ વિના ઉગારનાર કાળ કરમથી ૧/૧

પદ-૧/૧(રાગ :હેં હરિ હરિ)
પદ-૪૫૦
 
કોઇ નથી તેથી કહું કેટલું કથી, હરિ વિના ઉગારનાર કાળ કરમથી
માત પિતા ને કાકો કાકી બંધુ ને ઘરબાર;અંત સમામાં અળગાં રહેશે પુત્ર ને પરિવાર. કોઇ.૧
કાળ વ્યાળનો ઝાળ ઝપાટો તેમાં થાશો ખાખ;દેહ બળીને ભસ્મ જ થાશે ઉડી જાશે રાખ. કોઇ.૨
માયા તારી નહિ રહેનારી જનારી જરૂર;કાયા કેરો રંગ પતંગી પાણી કેરૂં પુર. કોઇ.૩
પાંચ ભુતનો દેહ બન્યો તે પડવાનો છે ખાસ,એટલા સારૂં હરિ ભજી લ્યો કહે છે નારાયણદાસ. કોઇ.૪ 

 

મૂળ પદ

કોઇ નથી તેથી કહું કેટલું કથી, હરિ વિના ઉગારનાર કાળ કરમથી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી