તારી કાચી છે કાયા જુઠી છે માયા ઉડી જશે પલમાંય; ૧/૧

પદ-૧/૧(રાગ :મહાડ)

પદ-૪૫૧

તારી કાચી છે કાયા જુઠી છે માયા ઉડી જશે પલમાંય;

તેમાં જે લલચાયા તે છેતરાયા ભવજળમાં ભટકાય.ટેક.

કંકુ સરખી કોમલ કાયા મોતિથી મોંઘી અપાર;

તોપણ જાશે જાશે જ જાશે રહેશે નહિ નિર્ધારરે.તારી.૧

માયા ઠરે નહિ એકજ સ્થાને જો કરે કોટિ ઉપાય;

માયાની સારૂ માથું કપાવે તો પણ અંતે જાયરે.તારી.૨

સગાં સંબંધીને પિતા પુત્રમાં માયા પડાવે વેરરે.તારી.૩

ધામ ધરા ને સંપત્ત સારૂ વિષટી વેઠે અપાર;

ઉંચ થઇ નીચ કામ કરે છે લાજ ન પામે લગારરે.તારી.૪

માયાના જીવ તે માયામાં રાજી માયા ઘણી મન ચહાય;

માયા ભજીને મહાદુઃખ વેઠે દાસ નારાયણ ગાય.તારી.૫

મૂળ પદ

તારી કાચી છે કાયા જુઠી છે માયા ઉડી જશે પલમાંય;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી