નથી વાર કશી આવ્યો કાળ ધસી કેમ પોઢી રહ્યો મોહ નિદ્રા વિષે ૧/૧

પદ-૧/૧(રાગ :કવાલી દાદરા)

પદ-૪૫૨

નથી વાર કશી આવ્યો કાળ ધસી કેમ પોઢી રહ્યો મોહ નિદ્રા વિષે

હરિ હાં આં..રે કેમ પોઢી રહ્યો મોહ નિદ્રા વિષે.ટેક.

તારે માથે ભયંકર મર્ણ ભમે, શાને દારા સંગે નિત્ય રંગે રમે;

તને કુટિલનો સંગ કેમ ગમે.નથી.૧

તું દ્રવ્ય દેખી મન મમતા ઘરે, પણ કાળ આવરદા નિત્ય હરે;

જોને કાયા કાચી પછી ગર્વ કરે.નથી.૨

તારા દંત ગયા બત્રીસ ડગી, નવ સમર્યા પ્રભુને દેહાંત લગી;

ષટ શત્રુ આવીને ગયા જ ઠગી નથી.૩

કહે દાસ નારાયણ કાન ધરો, સુખ થાય સદા હરિ સેવા કરો;

સત્સંગ કરી ભવ સિંધુ તરો.નથી.૪

મૂળ પદ

નથી વાર કશી આવ્યો કાળ ધસી કેમ પોઢી રહ્યો મોહ નિદ્રા વિષે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી