મણીમય દેહ છે મનુષ્યનોરે કોઇ હરિ ભજો ભાઇરે; ૧/૧

પદ-૧/૧

પદ-૪૫૩(રાગ :રત આવી છે રૂડી રંગમાંરે કોઇ રામ રસ પીયોરે)

મણીમય દેહ છે મનુષ્યનોરે કોઇ હરિ ભજો ભાઇરે;

નથી ભરૂસો આયુષ્યનોરે, કોઇ હરિ ભજો ભાઇરે.ટેક.

છેલ્લી ઘડી છે આજનીરે કોઇ૦.મહેર મોટી છે મહારાજનીરે.કો.

પરઠયુ હતું તે આજ પાળીયેરે, કોઇ૦.પાપનાં પોટલાં બાળીયેરે.કો.

જમરા જરૂર લેવા આવશેરે, કોઇ૦.મારતાં કોણ મૂકાવશેરે.કો.

તલ તલનાં લેખાં માગશેરે, કોઇ૦.છાનાં છતાં કર્મ જાગશેરે.કો.

ઉંધે માથે લટકાવશેરે, કોઇ૦.સંત વિના કોણ છોડાવશેરે.કો.

એક દીન જાવું છે એકલુંરે, કોઇ૦.વાલું સગું રહે વેગળું રે.કોઇ.

કહી કહીને કહિયે કેટલુંરે, કોઇ૦.નારણદાસ કહે એટલુંરે.કોઇ.

મૂળ પદ

મણીમય દેહ છે મનુષ્યનોરે કોઇ હરિ ભજો ભાઇરે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી