જન્મ ધરીને હરિગુણ ન ગાયા, મુરખ માયામાં મોહ્યોરે ૧/૮

પદ-૧/૮(રાગ :સ્વર્ગની નીસરણી પ્રમાણે)
પદ-૪૫૪
 
જન્મ ધરીને હરિગુણ ન ગાયા, મુરખ માયામાં મોહ્યોરે રામ;
કુટુંબ સારૂં તે તો કામ બગાડ્યું, એળે આવરદા ખોયોરે રામ.     
ધન જોબન સારૂ ધર્મ ન પાળ્યો ને લાલચમાં લપટાયો રે રામ;
શઠ જેવાની પણ સોબત કીધી, ગાંઠની મુડી ગુમાયો રે રામ.
અભાગિયાને પછી અન્ત વખતમાં, જમરા જરૂર લેવા આવ્યા રે રામ
છરા કટાર ને તલવારો તીખી, મુદગર મારવા લાવ્યા રે રામ.
ચીપિયા ને ચક્ર ચાંપ ને ત્રિશુલ, કોવાડા ને કાળ પાશ રે રામ;
મોગરીઓ ને મોટા ભાલા તે જોઇને, પાપીને પડી ગયો ત્રાસરે રામ. 

મૂળ પદ

જન્મ ધરીને હરિગુણ ન ગાયા, મુરખ માયામાં મોહ્યોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી