છાતી ઉપર ચઢી છરા લગાવે, પાપી કરેછે હાય હાય રે રામ;૨/૮

પદ-૨/૮
પદ-૪૫૫
 
છાતી ઉપર ચઢી છરા લગાવે, પાપી કરેછે હાય હાય રે રામ;
લાંબા તે દાંતને મુખથી બહારા, પાપી દેખીને કંપી જાયરે રામ.
કાળા કિંકર જમ ક્રોધ ભરેલા, મારતાં મહેર ન લાવે રે રામ;
પ્રભુ ભજ્યા વિના પાપી તે જીવને કોણ મુકાવે રે રામ.
ઘાંઘો કરીને ખુબ ઘેરીને લીધો દશે દરવાજા બંધ કીધા રે રામ;
મારી મારીને એને આગળ કીધો, પાપીના પ્રાણ ખેચી લીધારે રામ.
અન્ત સમાની અતિ આપદા મોટી, મુખે કહિ નવ જાય રે રામ;
કોટી કોટી મોટા વીંછીની વેદના, એકેક રૂંવાડે થાય રે રામ.
સગાં સંબંધી પછી રોઇને રહ્યા, જીવ ચાલ્યો જમ સાથે રે રામ;
પ્રભુ ભજ્યા વિના પામર જીવને કશું આવ્યું નહિ હાથ રે રામ. 

મૂળ પદ

જન્મ ધરીને હરિગુણ ન ગાયા, મુરખ માયામાં મોહ્યોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી