જમપુરીમાં એને લઇ જવા સારૂ, મારી મારીને મહોર્યે કીધોરે રામ.૩/૮

પદ-૩/૮
પદ-૪૫૬
 
જમપુરીમાં એને લઇ જવા સારૂ, મારી મારીને મહોર્યે કીધોરે રામ.
મર્કટને જેમ બાંધે મદારી, એ રીતે બાંધી એને લીધો રે રામ.
વાટ વિકટ ઘણી યમનગરની, દુઃખદાઇ ને ભયંકારી રે રામ;
એજ મારગ એને થયું જવાનું, પાપ કર્યા જેણે ભારી રે રામ.
કાળપાશથી કંઠે બાંધીને તાણે, ઉંધે માથે અઘકારી રે રામ;
પોકાર કરતો કે'છે પામર પાપી શી ગતિ હવે થશે મારી રે રામ.
મારગમાં ક્ષુધા પિપાસા લાગે, કોણ પુછે અન્ન પાણીરે રામ;
કંઠ સુકાયો ને પ્યાસે પીડાયો, બોલી શકાય નહિ વાણીરે રામ. 

મૂળ પદ

જન્મ ધરીને હરિગુણ ન ગાયા, મુરખ માયામાં મોહ્યોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી