સમર્થ છો ઘનશ્યામ તમે, સર્વે કરવાને તમારું જ્ઞાન છે મારે, ધીરજ ધરવાને ૧/૧

સમર્થ છો ઘનશ્યામ તમે, સર્વે કરવાને,
	તમારું જ્ઞાન છે મારે, ધીરજ ધરવાને...૧
તમારી ઈચ્છાને ઈચ્છા, માની છે મેં મારી,
	બીજી કોઈ ઈચ્છા નથી, રાખી હવે હરિ...૨
તમારી ઈચ્છા વિના, બીજાથી ન થાય,
	ચિંતા કરું તો તો વાલા, નિશ્ચય ન કહેવાય...૩
શાંતિ રાખીશ શ્રીજી સદા, તમારા જ જ્ઞાનમાં,
	ધીરજ રાખીને હું તો, રહીશ હવે મોજમાં...૪
જ્ઞાનજીવન સદા વ્હાલા, શરણે તમારે,
	શાંતિથી શરણાગત, સ્વામીને સંભારે...૫
 

મૂળ પદ

સમર્થ છો ઘનશ્યામ તમે, સર્વે કરવાને

મળતા રાગ

આવો રે વાલાજી તમને માખણ જમાડું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી