જીવ કહે છે યમરાયના દુતને સાંભરજો દીન વાણી રે રામ;૪/૮

પદ-૪/૮
પદ-૪૫૭
 
જીવ કહે છે યમરાયના દુતને સાંભરજો દીન વાણી રે રામ;
ભુખને દુઃખ મેં તો નથી ખમાતું પાતું નથી કોઇ પાણી રે રામ.
ભુખ્યા જનોને કદી અન્ન ન આપ્યું, તૃષાને પાયું નહિ પાણી રે રામ;
તિરથ વૃત કાંઇ દાન ન દીધું, આયુષ્ય કીધું ધુળધાણી રે રામ.
યમ કિંકર કહે જન્મ ધરીને, દગા કીધા ને ઘણી ઘાતો રે રામ;
કુડ કપટ કરી કામ બગાડ્યું, કીધી નથી ભલી વાતો રે રામ.
મંદ ભાગી જરી જોને વિચારી, સુખ હવે શાનું આવે રે રામ;
સુખનું સાધન કાંઇ ન કીધું દાસ નારાયણ ગાવે રે રામ. 

મૂળ પદ

જન્મ ધરીને હરિગુણ ન ગાયા, મુરખ માયામાં મોહ્યોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી