એમ કહીને મારી મારી ચલાવ્યો, દુઃખદ મારગ માઇ રે રામ;૫/૮

પદ-૫/૮                             પદ-૪૫૮
એમ કહીને મારી મારી ચલાવ્યો, દુઃખદ મારગ માઇ રે રામ;
આગળ આવ્યું રે એક વન અઘોરી, બીહામણું ને દુઃખદાઇ રે રામ.
મહા પ્રલય જેવો સુર્ય તપે છે, તાપ અતિ ઘણો લાગે રે રામ;
લોઢાના ભાલા અતિ તિખા અણિયાળાં, પાપીને પગોમાં વાગે રે રામ.
એવે ઠેકાણે પ્રાણી કંપવા લાગ્યો, ચાલતાં ચાલતાં પડતો રે રામ;
યમ કિંકર એને તાણે ઘસડતો, પોકો મેલીને પાપી રડતો રે રામ.
કોઇકોઇ ઠેકાણે ઠંડો પવન આવે, શરીર પાર વહી જાય રે રામ;
કોઇ કોઇ ઠેકાણે કાળા નાગજ કરડે, વાઘ વરૂ ખાવા ધાય રે રામ.
એવો એ પંથ અતિ દુઃખ ભરેલો, ભુંડો ભયાનક ભારી રે રામ;
સાચું માનીને સહુ સત્સંગ કરજો, વિવેકી જે નર નારી રે રામ.
 

મૂળ પદ

જન્મ ધરીને હરિગુણ ન ગાયા, મુરખ માયામાં મોહ્યોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી