કોઇ કોઇ ઠેકાણે ઉની વેળુજ આવે, કોઇ ઠેકાણે કીચડ ભારી રે રામ;૬/૮

પદ-૬/૮
પદ-૪૫૯
 
કોઇ કોઇ ઠેકાણે ઉની વેળુજ આવે, કોઇ ઠેકાણે કીચડ ભારી રે રામ;
કોઇ કોઇ ઠેકાણે આવે અગ્નિના ઢગલા, તેમાં નાખે જમ મારી રે રા.
કોઇકોઇ ઠેકાણે એવે મારગ જાતાં, ધકધકતો અગ્નિ માથે વર્ષે રે રા;
કોઇ કોઇ ઠેકાણે મોટા પથ્થર પડે છે, કડકડતું પાણી પણ ઝરશે રે રામ.
કોઇ કોઇ ઠેકાણે ઉની રાખોડી આવે, શસ્ત્રોની વૃષ્ટિ પણ થાય રે રા;
કોઇ કોઇ ઠેકાણે મોટા પર્વતો આવે, તેને શિખરે ન ચઢાય રે રા.
કોઇ ઠેકાણે પરૂ પાચ ભરેલા, ઉંડા અધિક ધરા આવે રે રામ;
અતિ અંધારે પ્રાણી મારગ જાતાં, તે ધરામાં પડી જાવે રે રામ.
ડચકાં ખાય અને મોઢું ભરાઇ જાય, યમકિંકર ખેચી લાવે રે રા;
ક્રોધ કરી અતિ પાપી તે જીવને, ધિકારી ધિકારી ચલાવે રે રામ.
 
 
 
 

મૂળ પદ

જન્મ ધરીને હરિગુણ ન ગાયા, મુરખ માયામાં મોહ્યોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી