વાટની વિપત્ત શી રે વખાણું, ઘુવડ ગીધો આંખો ફોડે રે રામ;૭/૮

પદ-૭/૮

પદ-૪૬૦

વાટની વિપત્ત શી રે વખાણું, ઘુવડ ગીધો આંખો ફોડે રે રામ;

મધમાખીને કાળા કાગડા કોચે, ડાંશ આવીને તન તોડે રે રામ.

કોઇ ઠેકાણે દાવાગ્નિ લાગેછે, પાપીનો દેહ ઘણો દાઝે રે રામ;

કોઇ ઠેકાણે ક્રૂર શબ્દ કરે છે, કઠોરતા અતિ ઝાઝે રે રામ.

કોઇ ઠેકાણે અંધ કુંપ આવે છે, ઘાસને તરણે ઢંકાયો રે રામ;

અજાણે તેમાં અઘવંત પડીને, પાપી પૂરણ પસ્તાયો રે રામ.

જમ કિંકર કાળ પાશ બાંધેલો, તેને ખેંચીને બહાર લાવે રે રામ;

દાંત પીસીને ખુબ રીસ કરીને, મારી મારીને ચલાવે રે રામ.

કોઇ કોઇ ઠેકાણે મોટી શિલાઓ આવે તે પર પાપીને પછાડે રે રામ;

હરિહુકમથી જમના દૂતો, પાપીને દુઃખ પમાડે રે રામ.

મૂળ પદ

જન્મ ધરીને હરિગુણ ન ગાયા, મુરખ માયામાં મોહ્યોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી