યમ કિંકર કહે સાંભળ જીવડા, હજુ આગળ દુઃખ પડશે રે રામ;૮/૮

પદ-૮/૮

પદ-૪૬૧

યમ કિંકર કહે સાંભળ જીવડા, હજુ આગળ દુઃખ પડશે રે રામ;

પ્રભુ વિસારીને પાપ કર્યા તે, છાનાં છતાં બધાં નડશે રે રામ.

સંત ઘણું સમઝાવીને કહેતા, તે તો માન્યું નહિ સાચું રે રામ;

વચનદ્રોહી તું તો વેગળો રહેજે, કોણ જુવે તારૂં ડાચું રે રામ.

પાપ બતાવીને મારજ માર્યો, ભાંગીણે ભુકો તન કીધું રે રામ;

સાંધે સાંધા બધા વછોડી નાખ્યા, દારૂણ મહાદુઃખ દીધું રે રામ.

મારગ જાતો ને માર જ ખાતો, રાત પડે ત્યાં વાસો રહે છે રે રામ.

બીજા પ્રેતો પણ આવીને એને, પ્રહાર કરી દુઃખ દે છે રે રામ.

કિંકર એને કાપી કાપીને ખાય છે, કર ફેરવી કરે સાજો રે રામ.

નારણદાસ કહે આ દુઃખ જાણી, પ્રભુ તણા ગુણ ગાજો રે રામ.

મૂળ પદ

જન્મ ધરીને હરિગુણ ન ગાયા, મુરખ માયામાં મોહ્યોરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી