રડતો ને કળકળતો પ્રાણી ચાલ્યો જમની સાથેજી, ૧/૪

પદ-૧/૪(રાગ :દાટ્યો રહેને ચોર દૈવના)

પદ-૪૬૨

રડતો ને કળકળતો પ્રાણી ચાલ્યો જમની સાથેજી,

પશ્વાતાપ કરે છે પૂરણ પાપ ધરીને માથેજી.૧

રાત પડે ત્યાં વાસો રહે છે ભુખ્યો તરસ્યો પ્રાણીજી,

પ્રભાતે ઉઠીને ચાલે જમની બીક જાણીજી.૨

તન છોડતાં તે પાપીને એક માસ ત્યાં વીત્યોજી,

ચોરી જારી કરતો ફરતો હરિ થકી ના બી'તોજી.૩

ત્રીશ દહાડા તીવ્ર દુઃખ વેઠ્યું એણે ભારીજી,

એટલે આવ્યું યમપુર ત્યાં ભારે ભયંકારીજી.૪

પુષ્ઉભદ્રા નદીની પાસે વડનું વ્રુક્ષ મોટુંજી,

શાસ્ત્રોમાં લખ્યું તે સાચું કદી પડે નહિ ખોટુંજી.૫

મૂળ પદ

રડતો ને કળકળતો પ્રાણી ચાલ્યો જમની સાથેજી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી