શીતળ છાંયા વડની જોઇને મનમાં લાગ્યું સારૂંજી, ૨/૪

પદ-૨/૪

પદ-૪૬૩

શીતળ છાંયા વડની જોઇને મનમાં લાગ્યું સારૂંજી,

બે ઘડી વિસરામ કરીને વાત કરીશું વારુંજી.૧

પ્રેત બાળ ત્યાં બેઠાં બીજાં એટલે આવ્યો પાપીજી,

અંગ જ એનું ખાવા માંડ્યું છરા કટારે કાપીજી.૨

ત્રાહ્ય ત્રાહ્ય કરીને ત્યાંથી યામ્યપુરમાં ચાલ્યોજી,

દરવાણી દરવાજે બેઠા કંઠે એને ઝાલ્યોજી.૩

શરીર એનું કાપી કાપી લોહી માંસને લીધુંજી,

જમનું જુથ ભેગું થઇને સૌએ ખાધું પીધુંજી.૪

એ નગરીનો જંગમ રાજા જમથી ભુંડો કહિયેજી,

દાસ નારાયણ હરિ ભજીને એ મારગ ના જઇએજી.૫

મૂળ પદ

રડતો ને કળકળતો પ્રાણી ચાલ્યો જમની સાથેજી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી