ક્યાં ગયાં કુટુંબી મારાં, ક્યાં ગયાં સુત નારીજી, ૩/૪

પદ-૩/૪
પદ-૪૬૪
 
ક્યાં ગયાં કુટુંબી મારાં, ક્યાં ગયાં સુત નારીજીકયાં ગયાં છે બેન બનેવી અંતર હેતુ ભારીજી.
માત પિતા મુજને વિસારી કયાં ગયાં સંતાઇજી,કાકા મામા કયાં ગયા છે ભત્રીજા ને ભાઇજી.
કયાં ગયાં છે બાગ બંગલા ધામ દામને ધરતીજી,માણેક મોતિ માલ ખજીના સુખ સમૃદ્ધિ હતીજી.
કુટુંબ કાચું સાચું માની પાપ અતિશય કીધુંજી,સુપાત્રને જમણે હાથે દાન કશું ના દીધુંજી.
એમ જ કહીને હાથ ઘસીને પશ્વાતાપ કરે છે જી,શોક અને સંતાપ કરીને ચક્ષુ નીર ભરે છે જી. ૫ 

 

મૂળ પદ

રડતો ને કળકળતો પ્રાણી ચાલ્યો જમની સાથેજી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી