યમપુરીના માર્ગ માંય, સોળ શહેર આવે દુઃખદાઇ;૨/૨

પદ-૨/૨(રાગ :ચોપાઇ)

પદ-૪૬૭

યમપુરીના માર્ગ માંય, સોળ શહેર આવે દુઃખદાઇ;

બીજાં નાનાં તે ગામ અપાર, સોળ મોટાં અતિ નિરધાર.૧

એક એકથી છે દુઃખદાઇ, કહેતાં કંપ ચઢે દિલમાંઇ;

અનુક્રમ છે દુઃખ અઘાત, દુઃખ વેઠે અતિ અઘજાત.૨

સત્ય વાત આ માનીને લેજો, માટે પાપથી વેગળા રહેજો;

નહિ પડે આ જુઠું લગાર, સાચું માની લેજો નિરધાર.૩

નહિ માને તે જમપુર જશે, પછી માર ખરેખરો ખાશે;

ખરી વાત ખોટી નહિ થાય, પછી વીચારશો મનમાંય.૪

માટે પાળો પુરો સત્સંગ, કરો ભક્તિ અતિ નવ અંગ;

તેથી પામશો સુખ સદાય, એમ દાસ નારાયણ ગાય.૫

મૂળ પદ

જમદૂત કહે સુણ ભાઇ, એને સંભારે શું થાય આંહી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી