એમ કરતાં વિત્યો દોઢ માસ, આવ્યો સૌરિ તે પુરની પાસ; ૧/૧

 પદ-૧/૧(રાગ :ચોપાઇ)                                પદ-૪૬૯      

એમ કરતાં વિત્યો દોઢ માસ, આવ્યો સૌરિ તે પુરની પાસ;
સો સો શ્વાન ને વળગાડ ત્યાંય, પાડી ચીસ કરે હાય હાય.
વળી મારે ઉપર ઘણો માર, થાય પેશાબ ઝાડો અપાર;
નથી રે'તું કશું એને ભાન, એમ થાય છે ખુબ હેરાન.
કાંટા ઉપર તાણે ઘસડતો, પાપી રાડ્યો પાડી ખુબ રડતો;
પછી પુન્ય કર્યું હોય કાંય, આપી તેમાંથી થાય વિદાય.
એમ કરતાં વિત્યા બેઉ માસ, આવે, નગેન્દ્રપુરની પાસ;
ત્યાં તો આવ્યું મોટું એક વન, દેખી વનને ધ્રુજીયો મન.
 

મૂળ પદ

એમ કરતાં વિત્યો દોઢ માસ, આવ્યો સૌરિ તે પુરની પાસ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી