પડતો આખડતો ને રસ્તામાં રોતો, ઘાંટો અધિક મોટો કહાડીરે રામ.૨/૨

પદ-૨/૨

પદ-૪૭૧

પડતો આખડતો ને રસ્તામાં રોતો, ઘાંટો અધિક મોટો કહાડીરે રામ.

ઓ મારા બાપા મને કોઇ ઉગારો, એમ કહે છે બુમો પાડીરે રામ.

મેં કર્યા પાપ તે મુજને નડીયાં કોને માથે દોષ દઇએરે રામ;

પુન્ય ને દાન મેં તો કાંઇ ના કીધું ને, હવે કોને જઇ કહિયેરે રામ.

અન્ન ને ધન માંરે ઘેર ઘણેરુ, દયા કરી નવ દીધુંરે રામ;

કપટ કરી કુડાં કાટલાં રાખ્યાં ઓછું આપ્યું ને ઝાઝું લીધુરે રામ.

સુમ થઇને ઘણું ધનજ સીચ્યું વાવર્યું નહીં નિજ હાથેરે રામ;

કંગાલનું ઘણું કામ બગાડ્યું તેથી આવ્યું દુઃખ માથેરે રામ.

એવો અધિક પશ્વાતાપ કરીને નિસાસા નાખતો ચાલ્યોરે રામ;

નારણદાસના નાથનો હુકમ જેણે જરી નથી પાળ્યોરે રામ.

મૂળ પદ

સંકટ સહેતાં ને મારગ જાતાં અસીપત્ર વન આવ્યું રે રામ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી