થઇ હેરાન ચાલ્યો કપુત, કરે તાડન જમના દુત;૨/૨

પદ-૨/૨

પદ-૪૭૩

થઇ હેરાન ચાલ્યો કપુત, કરે તાડન જમના દુત;

મારી મારી કર્યો ચકચુર, પછી પોચ્યો તે કૌંચજપુર.૧

તિયાં મારે છે માર અપાર નથી દૂતોને દયા લગાર;

અરસ પરસ કહે દુત મળી, લાવો અજગર તો જાય ગળી.૨

એવું સાંભળી ધ્રુજીયો પ્રાણી, જેણે પ્રભુની વાત ન જાણી;

જે જે આવે તે મારવા લાગે, ખાવાનું એણી પાસરે માગે.૩

પછી વિતે સાડા પાંચ માસ, જાય વિચિત્ર પુરની પાસ;

ત્યાંના રહેનાર જે નરનાર, ધિક ધિક પાપીને ધિકકાર.૪

મનુષ્ય દેહને પામી હરામી, નવ જાણ્યા તે અંતરજામી;

ન્યાય મુકીને અન્યાય કીધો, હરિ ભક્તોનો અવગુણ લીધો.૫

માર ખાતાં વિત્યા ખટ માસ, આવે બ્રહ્મપદ પુર પાસ;

તેને પાદર છે વૈત્તેરણી તે તો ભોગવશે જેવી કરણી.

મૂળ પદ

એમ કરતાં અઢીમાસ થાય, ત્યારે ગાંધર્વ પુરમાં જાય;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી