પોકાર કરતો કે’છે પ્રાણી ધર્મી વહાંરે ધાજ્યોજી;૨/૪

પદ-૨/૪

પદ-૪૭૬

પોકાર કરતો કે'છે પ્રાણી ધર્મી વહાંરે ધાજ્યોજી;

આ મારગમાં ગતિ કરાવી તેનું ભૂંડું થાજ્યોજી.૧

અસદ‌્ગુરુનો કર્યો આશરો મુખડે મોત માંગ્યુંજી;

સાચાનું સન્માન કર્યું નહિ તેનું પાપ લાગ્યુંજી.૨

પ્રેમદા પાસે પગ ચંપાવે અંતર આશય ખોટોજી;

ચેલી પાસે ચલમ ભરાવે હુકો રાખે મોટોજી.૩

સ્વારથ સાધે કંઠી બાંધે ઇશ્વર ઓથે રહિનેજી;

ધર્મતણો તો મર્મ ન જાણે બેસે માળા લઇનેજી.૪

ભગવા થઇને ઠગવા બેઠા તેને સાચા જાણ્યાજી;

દાસ નારાયણ કે;છે એને વિશ્વાસે લુટાણાજી.૫

મૂળ પદ

અતિવેદના વૈતરણીની સહી ન જાય શરીરેજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી