રૂદન કરતો લોચન ભરતો કે’છે પાપી પ્રાણીજી;૪/૪

પદ-૪/૪

પદ-૪૭૮

રૂદન કરતો લોચન ભરતો કે'છે પાપી પ્રાણીજી;

મનુષ્યદેહ મોંઘો પામીને કીધી ધુળ કમાણીજી.૧

દેવ તણું દર્શન નવ કીધું સાધુને સંતાપ્યાજી;

બ્રાહ્મણને ભોજન નવ દીધું આંબા ને વડ કાપ્યાજી.૨

ગોદાવરી ગંગાને કાશી તે તીરથ નવ કીધાંજી;

જમણે હાથે દાન કર્યા નહિ દુઃખીયાને દુઃખ દીધાંજી.૩

ઉનાળામાં પાણી કેરી પરબો ના મંડાવીજી;

સંકટમાંથી ગરીબ સાધુ ગાયો ના છોડાવીજી.૪

હરિ મંદિરમાં હેત કરીને ડગલું તે નવ દીધુંજી;

દાસનારાયણ કે'છે હરિનું નામ ઘડી ના લીધુંજી.૫

મૂળ પદ

અતિવેદના વૈતરણીની સહી ન જાય શરીરેજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી