નિત્યે મારે તે કેટલું ખમાય, હવે હું કેમ કરૂ; ૧/૧

પદ-૧/૧(રાગ :ગાડી આવી ગુજરાત)

પદ-૪૭૯

નિત્યે મારે તે કેટલું ખમાય, હવે હું કેમ કરૂ;

મારૂ દુઃખ કહ્યું નવ જાય, ધિરજ હવે કેમ ધરૂં.ટેક.

ભુખ તરસ પુછે નહિ મારે માર અપાર;

અંગો અંગ ભાંગી ગયાં, હવે કોણ કરે મારી વહાર.હવે.

દુઃખના ડુંગર ઉગીયા કષ્ટ નવ જાય;

સુખનાં સરોવર સુકાઇ ગયાં, વાયુ ચોદિશે દુઃખના વાય.હવે.

માલ ખજાના માહ્યરે ધન તણો નહિ પાર.

સત્ય પંથે સુપાત્રને, નથી આપ્યું એક લગાર.હવે.

મારા દુઃખની વાતડી કોને જઇ કહેવાય.

નારણદાસના નાથજી, મને ઉગારો અક્ષરરાય.હવે.

મૂળ પદ

નિત્યે મારે તે કેટલું ખમાય, હવે હું કેમ કરૂ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી