જીવલડા જોને વાત જરી તું વિચારી, ૧/૧

પદ-૧/૧(રાગ :હૈયા ફૂટ્યા હરિ સંગે હેત ન કીધું)
પદ-૪૮૦
 
જીવલડા જોને વાત જરી તું વિચારી,
મનુષ્ય દેહ મોંઘો પામીને ગાયા નહિ ગીરધારીરે. જીવડલા.ટેક.
અધર્મને અન્યાય કરીને લાંચ ઘણેરી લીધી,
પંચ પાપનાં જે કરનારા તેની સોબત કીધીરે. જીવડલા.૧
સંસારી ખટપટમાં ભળીયો મોટો થાવા સારૂ,
પ્રભુને વિસારી દીધાં અન્તે બગાડ્યું તારૂં રે. જીવડલા.૨
નિર્માની જે સાચા સાધુ તેને તે ના સેવ્યા        
સેવ્યા તે તો તારા જેવા નર્કે નાખે એવારે. જીવડલા.૩
પાપ કરીને પેટ ભર્યું ને પરમારથ નવ કીધું,
નારણદાસનો નાથ વિસારી ઝેર હળાહળ પીધુંરે. જીવડલા.૪
 
(ગિતી)
પાપી પાપ કરીને સુખ ઇચ્છે તે કેમ કરી મળશે,
દુભવી સંત હરિને, દુઃખ ટાળે તે કેમ કરી ટળશે.
ઝેરના લાડુ જમીને, જીવવા ઇચ્છે તે કેમ જીવાશે,
બાવળનું બી વાવી, કેરી ઇચ્છે તે કેમ કરી થાશે. ૨ 

મૂળ પદ

જીવલડા જોને વાત જરી તું વિચારી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી