હવે કેમ કરૂ ને જાઉં કયાંય, અધિક દુઃખ આવી પડયું રે, ૧/૧

પદ- ૧/૧ (રાગ :ક્ષત્રિકલંક)

પદ-૪૮૨

હવે કેમ કરૂ ને જાઉં કયાંય, અધિક દુઃખ આવી પડયું રે,

પડ્યો માર અખાડામાંય, અધિક દુઃખ આવી પડયું રે.ટેક.

નાશી ભાગીને કયાંય જવાય.અ મારા બાંધ્યા છે હાથને પાય.અ.

નથી સગાં સહોદર આંય.અ.મારો જામીન તે કોણ થાય.અ.

નથી પાળ્યો મેં ધર્મ લગાર.અ.હવે કોણ કરે મારી વહાર.અ.

કરી પાપને પોષ્યું તન.અ.નથી કીધું હરિનું ભજન.અ.

હવે નથી ઉગરવાની આશ.અ.એમ કે'છે નારણદાસ.અ.

મૂળ પદ

હવે કેમ કરૂ ને જાઉં કયાંય, અધિક દુઃખ આવી પડયું રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી