શ્રી હરિ આજ ઉગારોરે, આ દુઃખમાંથી શ્રી હરિ આજ ઉગારો; ૧/૧

પદ-૧/૧(રાગ :દાસ પરે દયા લાવોરે)

પદ-૪૮૩

શ્રીહરિ આજ ઉગારોરે, આ દુઃખમાંથી શ્રીહરિ આજ ઉગારો;

અનાથ કંગાલ બિચારો, નથી મમ દુઃખનો આરો;

અનુકંપા ઉરમાં ધારોરે.આ દુઃખમાંથી.૧

કરમ શિર સંકટ ભારો, કૃપા કરીને નાથ નિવારો;

ત્રિકમ આ દુઃખથી તારો રે.આ દુઃખમાંથી .૨

પાપી પણ તોયે તમારો, વિટંબણા નાથ વિદારો;

દીનને દીનબંધુ ઠારો ઠારોરે.આ દુઃખમાંથી.૩

હવે જમના દુતો કહે છે.

મૂળ પદ

શ્રીહરિ આજ ઉગારોરે, આ દુઃખમાંથી શ્રીહરિ આજ ઉગારો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી