નથી પ્રભુને ઘેર અંધારૂ, કરે પાપી તે જીવનું સારૂ; ૧/૧

પદ-૧/૧(રાગ :ચોપાઇ)

પદ-૪૮૪

નથી પ્રભુને ઘેર અંધારૂ, કરે પાપી તે જીવનું સારૂ;

પાપ કરે તેનું ભલું થાય, ત્યારે પુન્ય કરવા શીદ જાય.૧

કદી પાપીનું સારૂ જણાય, તે તો પુર્વનું પુન્ય ગણાય;

તેને જાતાં ન લાગે વાર, દુઃખ આવશે કોટી હજાર.૨

તેમાં સંદેહ લેશ ન જાણો, પછી વિચારી વિષય માણો;

નવ જાણશો જુઠું લગાર, સંત શાસ્ત્ર તણે આધાર.૩

નહિ માનો તે પસ્તાશો, હરિ ભજ્યા વિના માર ખાશો;

માટે રાખી પુરો વિશ્વાસ, હરિ ભજો કહે નારણદાસ.૪

મૂળ પદ

નથી પ્રભુને ઘેર અંધારૂ, કરે પાપી તે જીવનું સારૂ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી