પછી ત્યાંથી કર્યું પરિયાણ, જીવ લઇ ચાલ્યા જમરાણ;૧/૨

પદ-૧/૨(રાગ :ચોપાઇ)

પદ-૪૮૫

પછી ત્યાંથી કર્યું પરિયાણ, જીવ લઇ ચાલ્યા જમરાણ;

પમાડે અતિ પાપીને ત્રાસ, એમ કરતાં વિત્યા સાત માસ.૧

એટલે આવ્યું શહેર દુઃખદ, દુઃખ દિયે ત્યાં દુત બેહદ;

વાઘ, નાગ, વરૂ, વળગાડે, ફોડે આંખોને ત્વચાને ફાડે.૨

એમ કરતાં થયાં આઠ માસ, આવ્યો નાનાક્રુંદપુર પાસ;

ત્યાં તો કાપી કાપી તન ખાય, બહુ પાતકીને પીડા થાય.૩

પલ પલનાં પાપ બતાવી, દુઃખ દિયે અતિ સમઝાવી;

નવ માસ થયા પછી પુરા, મારી મારી કર્યો ચુરેચુરા.૪

પછી આવ્યો સુતપ્ત ભુવન, થતો હેરાન રાત ને દન;

ત્યાં તપાવે છે ખુબ લોઢું, એનું બાળે છે આંખોને મોઢું.૫

મૂળ પદ

પછી ત્યાંથી કર્યું પરિયાણ, જીવ લઇ ચાલ્યા જમરાણ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી