અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;૨/૨

 પદ-૨/૨                     પદ-૪૮૬

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;
પછી મારીને માર અપાર, કાઢ્યો પાપીને પુરથી બહાર.          ૧
દશ માસ થયા પછી જ્યારે, રૌદ્રપુર આવ્યો જીવ ત્યારે;
ત્યાંતો દુતો માગેછે ખાવા, આપ્ય ખાવા તો દઇએ જાવા.        ૨
પુન્ય હોય તો આપીને જાય, નિકર એને કાપી કાપી ખાય;
એની જીભ ખેચી બહાર કહાડી, બહુ બોલતો જુઠું અનાડી.        ૩
ખોટા ગુરુ સેવ્યા એણે ભાવે, એવું રૂપ ધરી જન આવે;
તેને જોઇ જીવ હરખાય, પાસે જાય તો જમ દેખાય                  ૪
અરેરે કહિ ચાલીયો ત્યાંથી, ખોટા ગુરુ મળ્યા મને કયાંથી;
એને આપ્યું જે અન્ન વસ્ત્ર દામ, તે તો આવ્યું નહિ કશું કામ.      ૫
 

મૂળ પદ

પછી ત્યાંથી કર્યું પરિયાણ, જીવ લઇ ચાલ્યા જમરાણ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી