તૂં છો મારો ધણી, હું રાજી ઘણી ઘણી રહું વાલા જેમ તને સુખ થાય તેમ ૧/૧

તૂં છો મારો ધણી, હું રાજી ઘણી ઘણી,
રહું વાલા જેમ તને સુખ થાય તેમ...ટેક.
મારે મારા માલિક નથી થાવું, મારે તુંમાં સદા ડૂબી જાવું,
હું તો આવું તને કામ, મારે કરવું એજ કામ,
મારું રહે નહિ નામ...તૂં છો૦ ૧
હું તો તૂં પાસે છું જડ જેવી, મને ખબર પડે નહિં એવી,
મારે લેવો તૂંને સેવી, કરજે કૃપા સદા એવી,
બીજી વાત શું કેવી...તૂં છો૦ ૨
અતિ હર્ષ થાય છે મારે હૈયે, નથી કહેવાતી વાત એ કહીએ,
રાજી રાજી છે રે જ્ઞાન, તમે મળે ભગવાન,
રહે તૂંમાં મસ્તાન...તૂં છો૦ ૩

મૂળ પદ

મળતા રાગ

સુખકારી છે આનંદકારી છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી