એમ જ કરતાં અભાગીયાને વિત્યા વરસ અગિયાર, ૧/૨

 પદ૧/૨(રાગ :પૂર્વછાયો)                              પદ-૪૮૭

એમ જ કરતાં અભાગીયાને વિત્યા વરસ અગિયાર,
        પયોવૃષણ પુરમાં આવ્યો પ્રભુનો ગુન્હેગાર.
જમ કહે છે જીવને ભલે આવ્યો ભાંગવા ભુખ;
        ખાઇને ધરાશુ તુજને જાણી પાકો પ્રભુનો વિમુખ.
પછી પ્રાણી ચાલીયો વિત્યા સાડા અગિયાર માસ.
        સીતાઢપુરમાં આવીયો પામતો પૂરણ ત્રાસ.
ટાઢાં જળ હિમ સરખાં તેનો વરસાવ્યો વરસાત,
        થર થર ધ્રુજે પ્રાણીયો જેણે પાપ કર્યા બહુ ભાત.
શીત અધિક એ પુરમાં તેણે ધ્રૂજે થર થર અંગ,
        વળી મારે માર જમરા, જેણે કીધી આજ્ઞા ભંગ.
 

મૂળ પદ

એમ જ કરતાં અભાગીયાને વિત્યા વરસ અગિયાર,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી