પછી પાપી ચાલીયો દુઃખ વેઠતો દીલ માંય, ૨/૨

પદ-૨/૨

પદ-૪૮૮

પછી પાપી ચાલીયો દુઃખ વેઠતો દીલ માંય,

ભજ્યા વિના ભગવાનને ભાઇ કોણ કરે ત્યાં સહાય.૧

બહુમતિ પુર જ આવ્યું ત્યારે માસ થયા છે બાર,

કંપે કાળજ છાતી થડકે મારે માર અપાર.૨

સત્પુરુષ સેવ્યા નહિ નવ કીધું પુણ્ય લગાર,

શઠ સરીખા સેવીયા અવળી માટી આપનાર.૩

વેશ બનાવી સંતનો ઠગ ફરે છે જગમાંય,

એવાને તેં સેવીયા જે ઢોંગ કરી ધુતિ ખાય.૪

તેમાં શુ વળે તાહ્યરૂ નવ ટળે જમનું દુઃખ.

નારણદાસના નાથને નિત્ય ભજો તો થાય સુખ.૫

મૂળ પદ

એમ જ કરતાં અભાગીયાને વિત્યા વરસ અગિયાર,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી