જીવ કહેરે હું તો ભૂખ્યો થયોછું ખાવા આપો કાંઇ તમોરે રામ. ૧/૧

પદ-૧/૧(રાગ :સ્વર્ગની નીસરણીનો)
પદ-૪૮૯
 
જીવ કહેરે હું તો ભૂખ્યો થયોછું ખાવા આપો કાંઇ તમોરે રામ.
જમ કહેરે સામા શેયા લાડુ જમાડયા હોય તો જમોરે રામ.
જીવ કહેરે મને તરસ લાગી છે દયા કરીને જળ દેજોરે રામ.
જમ કહેરે સામા પાણીનાં પાત્રો પીવડવ્યા હોય તો પીજયોરે રામ.
જીવ કહેરે મને નિંદ્રાઓ આવે આરામ આપશો થોડોરે રામ.
જમ ક���ેરે સામી શૈયાઓ પાથરી પોઢાડયા હોય તો પોઢોરે રામ.
જીવ કહે મને શ્રમ થયો છે બે ઘડી બેસવા દેશોરે રામ.
જમ કહેરે સામી શિતળ છાંયા બેસાડ્યા હોય તો બેશોરે રામ.
જીવ કહેરે મેં તો કાંઇના કીધું સુખ મળે મને કયાંથીરે રામ.
નારણદાસ કહે ભુખ્યો ને તરસ્યો જીવ ચાલ્યો પછી ત્યાંથીરે રામ. 

મૂળ પદ

જીવ કહેરે હું તો ભૂખ્યો થયોછું ખાવા આપો કાંઇ તમોરે રામ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી